નારાણપર : नाराणपर : NARANPAR

: નારાણપર :
નારાણપર : नाराणपर : NARANPAR
તાલુકા : અબડાસા, જિલ્લા : કચ્છ ગુજરાત.
(વાયા : ડુમરા કચ્છ પીન : ૩૭૦૪૯૦)
આજ સોમવાર તારીખ ૮મી ઓક્ટોબર, ૨૦૧૨ના રોજ આ બ્લોગ બનાવેલ છે.
આ બ્લોગ ઉપર ગામનો ઈતીહાસ, માહીતી, શાળા, ગામની સંસ્થાઓ, પ્રવૃત્તીઓ, ગ્રામ પંચાયતની વીગતો, ઈત્તર પ્રવૃત્તીઓ અને ફોટાઓ મુકવામાં આવશે.
email : naranparonline@gmail.com
blog : naranpar.in
Mob : +91 98200 86813

Saturday, 2 December 2017

Thursday, 30 November 2017

ધજા મહોત્સવ ૧૨૩મી ધજા અહેવાલ - Wednesday 29-11-2017

સોમવાર તારીખ ૨૭.૧૧.૨૦૧૭ના દાદર, મુંબઈ થી કચ્છ બપોરના ૩0-૩૫ જણાં સાથે ભુજ કચ્છ બાજુ
જવા પ્રયાણ કરેલ અને મંગળવાર ૨૮.૧૧.૨૦૧૭ના વહેલી સવારના પહોંચી ગયા.

ડુમરા નવકારશી કરી તૈયાર થઈ નારાણપુર ગયા. અઢાર અભિષેક ની બધી વીધિ ધામધુમથી કરી. 
બુધવાર ૨૯.૧૧.૨૦૧૭ના દહેરાસરજીની ૧૨૩મી ધજા મહોત્સવ ધામધુમથી ઉજવી સાંજે ભુજ કચ્છથી
મુંબઈ બાજુ આવવા ટ્રેનમાં બેઠા અને ૩૦.૧૧.૨૦૧૭ના બધા મુંબઈ આવી ગયા.

ટ્રેનમાં હેમંત વોરા, દેવચંદ વોરા, મનોજ વોરા, પરેશ કારાણી, પરેશ વોરા, ધીરજ નાગડા, નીતીન ગોસર, દેવરાજ વોરા, રમેશ ગોગરી, લક્ષ્મીચંદ ગોગરી, મણીલાલ ગડા, વીકે વોરા, ધીરેન વોરા, રોહીત ગોગરી, વસંત વોરા, હીરાલાલ વોરા, રતનશી જેઠાભાઈ ગોસર, રતનબહેન રતનશી ગોસર, લહેરચંદ રતનશી ગોસર, તથા મહિલાઓ વર્ષાબહેન વોરા, જયાબહેન વોરા, પુષ્પાબહેન વોરા, રતનબહેન નાગડા, ભાનુ બહેન કારાણી, વિમળા બહેન લહેરચંદ ગોસર, વાલબાઈ પ્રેમજી કારાણી  વગેરે બધા સાથે મીટીંગ કરેલ. 

દહેરાસરજી ની ધજા ૧૨૪મી વર્ષ ૨૦૧૮માં અને ૧૨૫મી વરસ ૨૦૧૯ ધામધુમથી ઉજવવા પહેલાં સામાન્ય સભા, સ્નેહમિલન, સમિતિઓ, બજેટ, આમંત્રણની ચર્ચા કરેલ.

સ્નેહ મિલનમાં ગામાઈ ભાઈ બહેનો, નિયાણીઓ, આમંત્રીત સહીત લગભગ ૩૦૦ જણાં હાજર રહે એમ બપોર પછી રાખવું. ૧૨૪મી ધજા ની ઉછામણીની શરુઆત ૧૨૩મી ધજા વખતે કરેલ અને રુપીયામાં ૧,૭૫,૦૦૦ પછી તરતી રાખવામાં આવેલ છે. સામાન્ય સભામાં આગળની કાર્યવાહી બાબત ચર્ચા કરવામાં આવશે.
સ્નેહ મિલન 
અને ૧૨૫મી ધજા મહોત્સવનો ખર્ચ છ અને ૨૫ લાખ જેટલો થાય. એના માટે તથા અન્ય કાર્યવાહી માટે જે પોતાના અમુલ્ય સમયનું દાન આપી અને 

લગભગ દર એક બે મહિને સભામાં હાજર રહી શકે એવા વીસેક જણાંની યાદી બનાવવી છે. 
આ નોંધ સંઘના વોટસ એપ ઉપર તથા ફેસબુક અને વેબ સાઈટ ઉપર મુકવામાં આવેલ છે.
મહેમાનો, નિયાણીઓ તથા એમના પરીવારમાં અને ખાસ કરીને રતનબેન પુનસી સૈયા સાભરાઈ, કસ્તુર બહેન પાસડ અને લખમસી જેઠાભાઈ પાસડ શેરડી, જવેરબેન લક્ષ્મીચંદ ગાલા નરેડી, રતનબહેન દામજી શામજી વોરાની નિયાણી જેઠીબાઈ કુંવરજી ગોસર ડુમરાના પરિવારમાંથી જેઠાલાલ કુંવરજી લખમસી ગોસર ડુમરા ચાર જણ  વગેરે, વગેરે, હાજર રહેલ.