નારાણપર : नाराणपर : NARANPAR

: નારાણપર :
નારાણપર : नाराणपर : NARANPAR
તાલુકા : અબડાસા, જિલ્લા : કચ્છ ગુજરાત.
(વાયા : ડુમરા કચ્છ પીન : ૩૭૦૪૯૦)
આજ સોમવાર તારીખ ૮મી ઓક્ટોબર, ૨૦૧૨ના રોજ આ બ્લોગ બનાવેલ છે.
આ બ્લોગ ઉપર ગામનો ઈતીહાસ, માહીતી, શાળા, ગામની સંસ્થાઓ, પ્રવૃત્તીઓ, ગ્રામ પંચાયતની વીગતો, ઈત્તર પ્રવૃત્તીઓ અને ફોટાઓ મુકવામાં આવશે.
email : naranparonline@gmail.com
blog : naranpar.in
Mob : +91 98200 86813

Wednesday, 7 February 2018

મારા ગામની મુલાકાત...


શનીવાર ૩.૨.૨૦૧૮ના સાંજની ટ્રેનમાં બેસી વીકેવોરા, રવીન્દ્ર જૈન, દેવચંદ વોરા, મનોજ વોરા, પરેશ કારાણી, નીતીન ગોસર,
વાન્દ્રા મુંબઈ થી કચ્છ જવા રવાના થયા અને રવીવાર ૩.૨.૨૦૧૮ સવારના ભુજ કચ્છ સમયસર પહોંચી ગયા.

રવીવારે ભુજ થી ગઢસીસા થઈ કોટડા રોહા આવેલ. પછી સાંજના ભુજ આવ્યા બે લગ્ન પ્રસંગમાં હાજરી પુરાવી ભુજ, કોટડા રોહા,  ચિયાસર થઈ નારાણપુર રાતના લગ્ન પ્રસંગમાં પહોંચ્યા.

રાતના નારાણપુર થી ખારુઆ, મોથારા થઈ ભુજ મોડી રાતના ૩.૩૦ વાગે પહોંચ્યા. 

સોમવાર સવારના તૈયાર થઈ ભુજ, માંડવી, ગોધરા થઈ બપોરના નારાણપુર પહોંચ્યા. આજે નારાણપર પ્રાથમિક શાળાની મુલાકાત લીધેલ અને ૨૬મી જાન્યુઆરીના કાર્યક્રમની ઉજવણી અને ઈનામ પ્રભાવના તથા સારા અક્ષરો લખવાની ચડવડના ભાગ રુપે શિક્ષક ભાઈ શ્રી અને બાળકોને જણાંવેલ. 

બુધવાર ૭.૨.૨૦૧૮ના ૩૨ બાળકોએ સારા અક્ષરની ચડવડમાં ભાગ લીધેલ. બે ભાગ કરેલ અને નીર્ણાયક ત્રણ વિદ્યાર્થી હતા. 
અને પછી નારાણપુર વરંડી, દેઢિયા, શેરડી થઈ સાંજના ભુજ પહોંચ્યા.
શિક્ષક શ્રી સંજયભાઈએ સારા અક્ષરોની ચડવડના ભાગ રુપે ઘણાં ફોટા પાડી ફોટો અહેવાલ મોકલેલ.

ભાગ એક માં શિતલબા શિવુભા જાડેજા ધોરણ ૭, વસંત વિજયભાઈ ભટ્ટ ધોરણ ૭ અને વરજંગ દિનેશભાઈ ભટ્ટ ધોરણ ૮ ને ઈનામ મળેલ છે.

ભાગ બે માં વસંત મુકેશભાઈ ભટ્ટ ધોરણ ૬, મિતલબા ગીરીરાજસિંહ જાડેજા ધોરણ ૬ અને શ્રુતુરાજસીંહ, ગીરીરાજસીંહ જાડેજા ધોરણ ૭ ને ઈનામ મળેલ છે.

આ લખાંણ અને ફોટા મેં ફેસબુક અને ગામની વેબ સાઈટ ઉપર મુકેલ છે..

No comments:

Post a comment