નારાણપર : नाराणपर : NARANPAR

: નારાણપર :
નારાણપર : नाराणपर : NARANPAR
તાલુકા : અબડાસા, જિલ્લા : કચ્છ ગુજરાત.
(વાયા : ડુમરા કચ્છ પીન : ૩૭૦૪૯૦)
આજ સોમવાર તારીખ ૮મી ઓક્ટોબર, ૨૦૧૨ના રોજ આ બ્લોગ બનાવેલ છે.
આ બ્લોગ ઉપર ગામનો ઈતીહાસ, માહીતી, શાળા, ગામની સંસ્થાઓ, પ્રવૃત્તીઓ, ગ્રામ પંચાયતની વીગતો, ઈત્તર પ્રવૃત્તીઓ અને ફોટાઓ મુકવામાં આવશે.
email : naranparonline@gmail.com
blog : naranpar.in
Mob : +91 98200 86813

Monday, 20 April 2020

નારાણપુર જૈન સંઘ (વાયા - ડુમરા અબડાસા કચ્છ પીન ૩૭૦૪૯૦)

...
...

નારાણપુર જૈન સંઘ (વાયા - ડુમરા અબડાસા કચ્છ પીન ૩૭૦૪૯૦)

કચ્છમાં વીસા ઓસવાળના ૫૨, ૪૨, ૨૪ ગામોમાંથી દેવીયા દાદાના પુત્ર માણેક વોરાએ ૩૩૨ વરસ અગાઉ સવંત ૧૭૪૪ (ઈ.સ. ૧૬૮૮) માં નારાણપુર ગામ વસાવેલ છે.

માણેકના વારસદારો અને લગ્ન પછી નાનાણે કે પાછી આવેલ નિયાણીઓ એટલે કે નાગડા, કારાણી, ગડા, ગોસર, ગોગરી બધાની વંશાવળી અપડેટ થયેલ છે.

સવંત ૧૯૨૧માં પાર્શ્વનાથ પ્રભુને નારાણપુર ગામમાં પધરાવવામાં આવેલ અને ત્યાર બાદ ૩૧ વર્ષ પછી સવંત ૧૯૫૨માં માગસર સુદી પાંચમને ગુરુવાર તારીખ ૨૧..૧૧..૧૮૯૫ના સંઘ તરફથી શીખરબદ્ધ જિનચૈત્ય નીર્માણ કરી પાર્શ્વપ્રભુ આદી જિનબીંબોને ગાદીનશીન કરી પ્રતીષ્ઠા કરેલ.

સવંત ૨૦૦૯ માગસર સુદી ૧૧ને ગુરુવાર ૨૭.૧૧.૧૯૫૨ના જિનાલય જીર્ણોદ્વાર કરી ચંદ્રપ્રભ સ્વામીને મુળનાયક બીરાજમાન કરી પુનઃપ્રતીષ્ઠા કરાવી.  સંવત ૨૦૦૯ ઈ.સ. ૧૯૫૨માં ધજા મહોત્સવ ઉજવેલ.

શીખરબદ્ધ જિનમંદીરને ૭.૧૨.૨૦૧૯ના ૨૦૧૯ - ૧૮૯૫ = ૧૨૪ વરસ થઈ ગયા અને અને ૧૨૫ મી ધજા મહોત્સવ ઉજવેલ છે.

સંઘ પાસે શીખર સાથે ચૈત્ય છે.  જ્ઞાનશાળામાં વીશાળ ભંડાર હતો. અચલગચ્છના આચાર્ય નેમસાગરસૂરીશ્વરજી મ.સા. નો જન્મ અને ઉછેર નારાણપુરમાં થયેલ છે.
જ્ઞાનશાળાનો ભંડાર કબાટો સહીત ભદ્રેશ્વર તીર્થને ભુકંપ અગાઉ સોંપી દીધેલ જેને ભુકંપ વખતે નુકશાન થયેલ. ભદ્રેશ્વર તીર્થ તેમ જ અખીલ ભારત અચલગચ્છ સંઘમાં અમારો ગામનો પ્રતીનીધી નીયમીત હોય છે.

હાલે હેમંત અમરચંદ વોરા ભદ્રેશ્વર તીર્થમાં અને જીતેંદ્ર ગાંગજી વોરા અખીલ ભારત અચલગચ્છ સંઘમાં ટ્રસ્ટી છે.

વ્યવસાય આજીવીકા માટે મુંબઈ આવવાનું શરુ થયા પછી ૧૯૮૦થી ગામમાં જૈનોની નજીવી વસ્તી હતી. ૨૦૦૧ના ભુકંપ અગાઉથી દહેરાસરજીમાં સવાર સાંજ પુજા પાઠ પુજારીભાઈ દ્વારા થાય છે. હાલ માણેકના વારસદારોમાં ૧૦૦ ઘર વોરા ગોત્રના અને ૭૫ ઘર અન્ય ગોત્રના જૈનો બહાર ગામ વસે છે. ગામ વસાવી વારસદારો હૈયાત હોય એમાં નારાણપુર ગામ આવે છે.

રાયધણજર - મંજલ રેલડીઆ - વીંઝાણ બાજુ વીહાર કરતા અચલગચ્છ - સ્થાનકવાસી, ગુજરાતથી આવતા સાધુ સાધ્વીઓ સંઘના ચેત્યની મુલાકાત લેવાનું પસંદ કરે છે.

ગામમાં ભોજનશાળાની વ્યવસ્થા નીયમીત નથી.  વટેમાર્ગુ, સાધુ સાધ્વી માટે જૈન ગોચરીની વ્યવસ્થા કરવામાં આવે છે. વીહારના આવતા જતા વળાવીયાને બન્ને બાજુનું મહેનતાણું આપવાની પરંપરા છે.

જૈનોના આ ગામમાં શરુઆતમાં જૈન સરપંચો હતા. ઘણાં સમયથી દરબાર જાડેજા સરપંચ છે.  ગામના જાડેજાની વંશાવળી અપડેટ થયેલ છે.

તાલુકામાં વરસોથી પંચાયતનો દબદબો હોય છે અને હાલે લોકડાઉનનું સખ્ત પાલન થાય છે. હાલે સ્થાનીક ગામની જન સંખ્યા ૨૫૦ સમજવી.

જીવદયાની પ્રવૃત્તીમાં અમારી પાસે સંઘનો સાર્વજનીક વીશાળ ચબુતરો છે. ગામના કુતરાને રોટલાની વ્યવસ્થા છે. નારાણપુર ડુમરાના રસ્તે સીતલા પાસે સંઘ તરફથી બે હવાડા ઉપર કોશથી રોજ આજુબાજુ ગામના મળી પાંચ હજાર પાલતુ પશુ પાણી પીતા હતા. ત્રીસ વરસ અગાઉથી સરકારી પાણી પુરવઠા વીભાગ અને હાલે અલગ રીતે પાણી ભરાય છે. ત્રીસ કીલોમીટરની ત્રીજ્યામાં અહીં જ ઓછા ટીડીએસનું પાણી છે.

દુષ્કાળ કે કપરા સમયમાં એક પણ (રીપીટ એક પણ) પશુ ભુખથી દુખી ન થાય એ માટે વ્યવસ્થા થાય  છે.

નારાણપુર ગામની વેબસાઈટ ઉપર હજારો ફોટાઓ અને વીગતો આપવામાં આવેલ છે...     www.naranpar.in

સોમવાર તારીખ ૨૦.૪.૨૦૨૦.
સહી/- વીકેવોરા, સંઘ સેવક, નારાણપુર જૈન સંઘ. મોબાઈલ ૯૮૨૦૦ ૮૬૮૧૩
(માણેક દાદાનો  અવીધીસર અધીકૃત ભટ્ટ)

...
...No comments:

Post a comment